વધતી ટેક્નોલોજી ની સાથે અકસ્માત પણ વધતા જાય છે. સુરક્ષા માં બેદરકારી ઘણા લોકો ના જીવન લય જાય છે. પરિવારો સૂના થય જાય છે. આવી પરિસ્થિતિમાં સુરક્ષા નું મહત્વ વધારવા ના ઉદેશ્ય થી અહીં Safety Slogan In Gujarati આર્ટિકલ ની રચના કરી છે.જેમાં સુરક્ષા ને લગતા સ્લોગન છે.
ખાસ કરીને સડકો પર પૂર ઝડપે દોડતા વાહનો, નશા ની હાલત માં ચલાવાતા વાહનો, ટ્રાફિક અને સુરક્ષા ના નિયમો પાલન ન કરવાના કારણે અકસ્માત સર્જાતા હોઈ છે.
તેમજ રાસાયણિક કારખાના અને સ્ટીલ પ્લાન્ટ ના કારખાના માં કામ કરતા કામદારો નું જોખમ વધી જાય છે.
મને આશા છે આ સુરક્ષા ના સ્લોગન થી લોકો માં જાગરૂકતા વધશે.
Gujarati Safety slogan – સુરક્ષા સ્લોગન ગુજરાતી
સુરક્ષા અને સાવચેતી
જીવનમાં લાવશે પ્રગતિ.
મિત્રો પડે ના તાળી કદી એક હાથે,
એવો સૌ મળીને કરીએ કામ સુરક્ષા થી સાથે.
સુરક્ષા ને બનાવો જીવનનો મહામંત્ર, સાથે છે સદાય ઔદ્યોગિક યંત્ર.
અકસ્માત એકને, પરેશાની બધાને.
અકસ્માત આપણી ભૂલ નું પરિણામ.
ધીરજ અને ખંત, અકસ્માત નો અંત.
સુરક્ષા અપનાવવાની પાડશો પ્રથા,
તો અકસ્માત થી નહિ થશે વ્યથા.
રાખવા સલામત આપણી કાયા
સુરક્ષા સાથે બાંધો માયા .
સુરક્ષા ના નિયમો નો કરશો ભંગ,
જીવન માં થઈ જશો તંગ.
સુરક્ષા ની કિંમત જાણો
જીવનમાં આનંદ માણો.
સુરક્ષા વગર ની જિંદગી થઈ જશે બરબાદ.
સુરક્ષા સાથે જીવશું તો થવાશે આબાદ.
ગાડી ની સ્પીડ પર કંટ્રોલ રાખો,
માત્ર એક્ઝિલિટેર પર નહિ બ્રેક પર પણ પગ રાખો.
ઝડપ ની માજા, મોત ની સજા.
સુરક્ષા વિહોણું જીવન, ગેરજવાબદારી ભર્યું જીવન.
અનમોલ જિંદગી ની કદર કરો.
સુરક્ષા સાધનોનો ઉપયોગ કરો.
અકસ્માત નો એકજ વાર, વેર વિખેર કરે પરિવાર.
સલામતી ને સાથે રાખો, અકસમાત ને આંચકો આપો.
દદર્નાક દુર્ઘટના ના દર્શન ના કરવા હોઈ તો,
સલામતી ની સાયત્તા સાચવવી પડશે.
સલામતી ના નિયમ પાળો,
આવનાર અકસ્માત ને ટાળો.
સલામતી નો રસ્તો,
સરવાળે સસ્તો.
સુરક્ષા થી નાતો તોડશો,
જલ્દી કબર માં જશો.
કામ માં બેદરકારી
આફત લાવે અણધારી.
સલામતી થી જે શરમાય,
તેના જીવન પુષ્પ કરમાય.
વીજળી નો એક ઝાટકો,
આપશે મોટો ફટકો.
સુરક્ષા ના નિયમો નો કરીશું સંગ ,
તો જીવન રહેશે સદાય અભંગ.
લાવવા અકસ્માત નો અંત,
અપનાવો ધીરજ અને ખંત.
પોટલી ગુમાવે રોટલી
સુરક્ષા ની બાદબાકી ના કરશો,
નહિ તો સારવારે શૂન્ય લાવશો.
ટકાવવા આપણું અસ્તિત્વ,
જાળવો સુરક્ષા નું મહત્વ.
માનવ જીવનનો એક આધાર,
બીના સુરક્ષા નહિ ઉદ્ધાર.
મૂળ મંત્ર સુરક્ષાનો,અંત લાવશે અકસ્માતનો.
કરશોના તારું મારુ,
સુરક્ષા સૌનું સહિયારું.
પગમાં સેફટી સૂઝ, માથા પર હેલ્મેટ,
સારી રીતે અપાવેછે રિટાયરમેન્ટ.
બીડી ને દારૂ
કરે જીવન કાળું.
સુરક્ષા નું યોગદાન
આપે જીવનનું દાન.
સુરક્ષા છે સાચી મૂડી
જિંદગી ને નહિ રાખે અધૂરી.
Road Safety Slogan In Gujarati –
ચાલુ ગાડી એ મોબાઈલ નો ઉપયોગ,
કરાવે અકસ્માત નો પ્રયોગ.
અકસ્માત જીવન માં અંધકાર ફેલાવે છે.
સુરક્ષા જીવન માં સુવાસ ફેલાવે છે.
સુરક્ષા ની પાડો પ્રથા,
નહિ થાય અકસ્માત ની વ્યથા.
ચાલુ ગાડી યે મોબાઈલ નો ઉપયોગ ના કરો.
સારો ચાલે છે સંસાર તેને બરબાદ ના કરો.
ટ્રાફિક નિયમો નું પાલન કરો,
લાલ, લીલી, પીળી લાઈટ ને અનુસરો.
હેલ્મેટ કરે છે કરામત,
માથું રાખે છે સલામત.
કોરોના સંબંધિત સેફટી સ્લોગન ગુજરાતી – Corona safety Slogans In Gujarati.
સમગ્ર દુનિયા કોરોના થી ત્રાહિમામ થઈ ગય છે. આ ભયાનક બીમારી એ માણસ થી માણસ નું અંતર વધારી દીધું. એક બીજાથી દૂર રહેવા મજબુર કરીદીધા. આ બીમારી ને નાથવા માટે અંતર રાખવું પડે તે પણ જરૂરી છે.
કોરોના ની ભયાનકતા ને ધ્યાન માં લઈ, લોકો માં જાગરૂકતા લાવવાના ઉદેશ્ય થી ગુજરાતી માં સ્લોગન તૈયાર કર્યા છે. આશા છે તે અપને મદદગાર સાબિત થશે.
હમણાં રાખીશું અંતર
તો પછી મળીશું નિરંતર.
એક બીજાની વચ્ચે અંતર રાખો.
કોરોના ની ચૈનને કાપો.
બહાર માસ્ક પહેરીને નીકળશો,
તો ઘરમાં માસ્ક ની જરૂર નહિ પડે.
કોરોના ને હરાવશું, આ જંગ પણ જીતીશું.
કોઈની સાથે હાથ ના મિલાઓ,
નમસ્કાર કરીને કામ ચલાઓ.
ભીડ થી દૂર રહો, કોરોના નજીક નહિ આવે.
માસ્ક અવશ્ય પહેરો,
કોરોના ને ના બતાવો ચેહરો.
હાથ સાબુ થી ધોયા કરો,
કોરોના ને ટાટા કર્યા કરો.
કોરોના ના સંક્રમણ થી ગભરાવાની જરૂર નથી.
14 દિવસ નું કોરન્ટાઈન છે,કાયમ ની બીમારી નથી.
કોવિદ -19 ખુબ કરે છે ફાઈટિંગ
કાળજી રાખો, ના થાવું હોઈ બાઇટિંગ.
કોરોના નો કહેર,
પરિવાર કરે વેર વિખેર.
કોરોના નો પોઝિટિવ રિપોર્ટ,
કરે છે નેગેટિવે વિચારો નું ઈમ્પોર્ટ.
કોઈ પણ એવું કામ કરોના,
જેનાથી ઘરમાં આવે કોરોના.
બધાનું એકજ સપનું
કોરોના મુક્ત જીવન આપણું.
સૅનેટાઇઝર થી હાથ સાફ કરો.
કોરોના ને ત્યાંજ સમાપ્ત કરો.
ઈમમુનિટી ની સાથે શારીરિક દુરી વધારવાની છે,
કોરોના તો ચાલ્યો જશે જિંદગી બચાવવાની છે.
કોરોના મહામારી માં બેદરકારી બૉમ્બ સમાન,
શારરિક અંતર અને માસ્ક જડી બુટ્ટી સમાન.
જાતે પોઝિટિવ રહો,
રિપોર્ટ નેગેટિવે આવશે.
દૂર સે કરો હાઈ હાઈ,
વરના હોગી બાય બાય.
Safety Slogan In Hindi – सुरक्षा स्लोगन
Road Safety Slogans in Hindi – सड़क सुरक्षा स्लोगन
Road Safety Essay In Hindi- सड़क सुरक्षा पर निबंध
Industrial Safety Essay In Hindi-औद्योगिक सुरक्षा पर निबंध
Safety Poem in Hindi- सुरक्षा पर कविता
Safety Slogan In Gujarati के इस आर्टिकल में सुरक्षा से सम्बंधित स्लोगन गुजराती भाषा में है। इसके इंडस्ट्रियल सुरक्षा, रोड सुरक्षा, और कोरोना से सुरक्षा के स्लोगन है।